ગુજરાત સરકારની સહાય થકી આદિવાસી મહિલા બની આત્મનિર્ભર
February 2025 91 views 01 min 03 secરાજ્ય સરકારે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના સુચારૂ અમલીકરણથી આદિવાસી સમુદાય ધીરે ધીરે પણ મકકમતાથી વિકાસની રાહ પર આગેકૂચ કરી રહ્યો છે. રાજ્ય સરકારના ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો રોજગાર/સ્વરોજગાર કરી આર્થિક રીતે પગભર બને એ માટે નજીવા દરે લોન આપવામાં આવે છે. આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુના કાકરાપાર ગામના અરૂણાબેન ગુમાનભાઈ ચૌધરીએ રૂા.૦૪ લાખની લોનસહાય મેળવી તબેલો બનાવી પશુપાલન થકી આર્થિક આત્મનિર્ભતા મેળવી છે.