ADVERTISEMENTs

ચાંદીપુરા વાયરસ ઇફેક્ટ: દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ફીવર સર્વે હાથ ધરાયો.

ચાંદીપુરમથી 0 થી 14 વર્ષ સુધીના બાળકોને વધુ જોખમ, સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, માખી બને છે.

પ્રતીકાત્મક તસ્વીર / Courtesy Photo

ચાંદીપુરમ વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. નવા વાયરસને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરાયું છે. જિલ્લામાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને કેસ પણ જોવા મળ્યો નથી. 

ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા છે ત્યારે દાહોદમાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ વધારવામા આવ્યું છે. આ વાયરસ મુખ્યત્વે ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને શિકાર બનાવે છે, જેથી વાલીઓ સાવધાની રાખે તે જરૂરી છે. વાયરસને લઈને જિલ્લા અત્યારે ખુબ જ તંત્ર સતર્ક બન્યું છે.

સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી પુરમ વાયરસ ની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓ ની સમીક્ષા  àª•રી હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં  àª†àª¯à«‹àªœàª¿àª¤  àª† બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની  àª•ામગીરીની વિગતો  àª®à«‡àª³àªµà«€ હતી.

મુખ્યમંત્રીએ જિલ્લાઓ માં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા  àª¡àª¸à«àªŸàª¿àª‚ગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવ ના કિસ્સામાં તુર્તજ  àª¸àª˜àª¨ સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં  àª®àª¾àª°à«àª—દર્શન આપ્યું હતું.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video