કેન્દ્રીય બજેટ અંગે સુરતના ઉદ્યોગકારોએ આપી પ્રતિક્રિયા.
February 2025 106 views 01 min 47 secકેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડ, MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે. જો કે, ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા. જ્યારે GCCI બજેટને સકારાત્મક ગણાવ્યું છે.