ભારતના વીર શહીદો માટે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવતો એક યુવાન.
February 2025 116 views 00 min 55 secપ્રયાગરાજ ખાતે મહાકુંભનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો સમગ્ર ભારતમાંથી આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ સંગમ ખાતે જઈ રહ્યા છે. ત્યારે આ શ્રદ્ધાળુઓની ભીડમાં એક યુવાને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ યુવાન પંડિત અભિષેક ગૌતમે ભારત દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અને હમણાં સુધી અલગ અલગ યુદ્ધમાં શહીદ થનાર 636 વીર જવાનોના નામ પોતાના શરીર પર ટેટુ કરાવ્યા છે. અભિષેક હિન્દુસ્તાનના લગભગ 1000 જેટલા શહીદોના પરિવારને મળી ચુક્યા છે. અહીં પ્રયાગરાજ મહાકુંભ ખાતે આવીને તેમણે આ તમામ શહીદો અને તેમના પરિવાર માટે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.