Login Popup Login SUBSCRIBE

ADVERTISEMENTs

છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા ભારતીય 403 વિદ્યાર્થીઓનાં મોત, કેનેડામાં સૌથી વધુ

ભારતમાંથી દર વર્ષે ઘણી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જતા હોય છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જતા હોય છે. એવું કહી શકાય કે ભારતીય વિદ્યાર્થીઓનું અભ્યાસ માટેનું ડ્રીમ ડેસ્ટિનેશન કેનેડા છે.

Classroom / google

ભારતમાંથી દર વર્ષે ઘણી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય છે

ભારતમાંથી દર વર્ષે ઘણી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જતા હોય છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જતા હોય છે. એવું કહી શકાય કે ભારતીય વિદ્યાર્થીઓનું અભ્યાસ માટેનું ડ્રીમ ડેસ્ટિનેશન કેનેડા છે. પણ તાજેતરમાં જ વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓના મોતનાં જે આંકડા આવ્યા છે ચિંતા ઉપજાવનારા છે. ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી વી. મુરલીધરને સંસદમાં લેખિતમાં આપેલા એક જવાબમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા 403 ભારતીય વિદ્યાર્થીઓ અલગ અલગ કારણોસર મોતને ભેટ્યા છે. તેમાં અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિતના વિવિધ કારણોનો સમાવેશ થાય છે. આ માહિતી 7 નવેમ્બરના રોજ રાજ્યસભામાં એક મંત્રી દ્વારા રજુ કરવામાં આવી હતી.

ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં સૌથી વધારે કુલ 91 મૃત્યુ નોંધાયા

5 વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં સૌથી વધારે કુલ 91 મૃત્યુ નોંધાયા છે. જે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓનું પસંદગીનું ડેસ્ટિનેશન છે. વિદેશ મંત્રાલયના આંકડાઓ મુજબ, 2022માં 1,83,310 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા હતા. તે સંખ્યા 2023માં વધીને 3,19,130 પહોંચી ગઈ છે.

કેનેડા બાદ બીજા ક્રમે સૌથી વધુ મૃત્યુ યુનાઇટેડ કિંગડમમાં (48) થયા છે. ત્યારબાદ રશિયા (40), યુનાઇટેડ સ્ટેટ્સ (36), ઓસ્ટ્રેલિયા (35)માં નોંધાયા છે. અને સાથે જ યુક્રેન (21), જર્મની (20), સાયપ્રસ (14), અને ઇટાલી અને ફિલિપાઇન્સમાં 10-10 મૃત્યુ નોંધાયા છે.

ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા

મુરલીધરને સંસદમાં જણાવ્યું હતું કે "વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા એ ભારત સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે, " MEA પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં સંસદીય ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓ પર ટિપ્પણી કરતા કહ્યું કે, " આ એક એવો મુદ્દો છે કે જે સરકાર સાથે ઉઠાવવા યોગ્ય છે કે નહીં તે કહી ન શકાય. આ વ્યક્તિગત ઘટનાઓ છે. જ્યાં કોઇ અકુદરતી મોત કે કોઇ મુદ્દો હોય તો એવા કેટલાક મુદ્દાઓ અમારા વાણિજ્ય દૂતાવાસ સુધી પહોંચે છે, અમે પણ આવા કિસ્સાઓ સ્થાનિક સત્તાવાળાઓ સામે લઈને જઈએ છીએ."

 

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોત (હેડીંગ)

દેશ 5 વર્ષમાં મોત

કેનેડા 91

બ્રિટન 48

રશિયા 40

અમેરિકા 36

ઓસ્ટ્રેલિયા 35

યુક્રેન 21

જર્મની 20

સાયપ્રસ 14

ઈટાલી 10

ફિલિપાઈન્સ 10

 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related